નંદ તણે ઘેર નોબત વાજે, વદત વધાઇ વધાઇ રે ;૧/૪

નંદ તણે ઘેર નોબત વાજે, વદત વધાઇ વધાઇ રે ;

જશોમતી જાયો પુત્ર સખી રે, હરખત લોક લુગાઇ રે.

શોભિતા શણગાર સજો મળી, મંગળ વસ્તુ લાયે રે ;

મોતીડાંના થાળ ભરીને, ચાલો વધાવા જાયે રે.

નૌતમ ચોખા હળદર નાંખી, કાદવ દહીંના કરીયા રે ;

એક બીજાના અંગ પર સીંચે, ગોવાળા રંગ ભરીયા રે.

મોહનજીનુ મુખડું રે જોઇને, આનંદ અંગ ન માય રે ;

બ્રહ્માનંદ કહે હરિ વ્રજમાં, પ્રગટ્યા તે ત્રિભુવન રાય રે.

મૂળ પદ

નંદ તણે ઘેર નોબત વાજે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી