સખી જશોમતી જાયો લાલ, વધાવા જાઈએ રે ૩/૪

સખી જશોમતી જાયો લાલ, વધાવા જાઈએ રે;
	ભાળી સુંદર એનું ભાલ કે, સુખિયાં થાઈએ રે-વધાવા૦ ૧
મોતી મોંઘામૂલનાં રે લઈ, ભરીએ કંચન થાળ;
	નંદ મહરને આંગણે ગાયે, મંગળ ગીત વિશાળ-વધાવા૦ ૨
રસિક નક્ષત્ર ધન્ય રોહિણી રે, તિથિ આઠમ પરમ અનુપ;
	આહીર કુળમાં ઊપન્યા વાલો, ચૌદ ભુવનનો ભૂપ-વધાવા૦ ૩
વાજે અધિક વધામણાં રે, ચાલો સૌ મળી સાથ;
	નેણાં ભરી ભરી નિરખીએ, હેલી બ્રહ્માનંદનો નાથ-વધાવા૦ ૪
 

મૂળ પદ

બાવા નંદતણે દરબાર, નોબત વાજે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી