આજ નંદ મહરની પોળ, ઉત્સવ ભારી રે ;૪/૪

 આજ નંદ મહરની પોળ, ઉત્સવ ભારી રે ;              

કરે મંગળ ગીત કલોલ, સર્વ નર નારી રે.               ઉ૦૧
મુનિ નારદ નૃત્ય માંડિયાં રે, તુંબરુ ગાવે તાન ;   
ઈંદ્ર ઉતારે આરતી, ધરે શંકર ઉભા ધ્યાન.               ઉ૦ર
પ્રેમે ઘડિયું પારણું રે, વિશ્વકર્મા શુભ સાજ ;             
બ્રહ્મા લાવ્યા ઝૂલડી કાજુ, કાનકુંવરને કાજ.          ઉ૦૩
રમવાનાં રમકડાં રે, લઇ આવ્યા શશી સૂર ;          
બ્રહ્માનંદના નાથનું જોઇ મુખ, થયા સુખ ભરપૂર.   ઉ૦૪
 

મૂળ પદ

બાવા નંદતણે દરબાર, નોબત વાજે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી