શ્રાવણ વદિ આઠમ બુધવારી, નક્ષત્ર રોહિણી આયો રે;૧/૮

શ્રાવણ વદિ આઠમ બુધવારી, નક્ષત્ર રોહિણી આયો રે;

અર્ધ રાત જાતાં અવિનાશી, પુત્ર જશોદા જાયો રે. શ્રા૦૧

જયજયકાર થયો ત્રિલોકમાં દેવ ત્રિયા મળી નાચેરે;

આંગણિયે બ્રહ્માદિક આવીને, વેદ તણી ધૂની વાંચે રે. શ્રા૦ર

નંદરાય પર ઉત્સવ ભારી, યલટયો ગોકુળ સારો રે;

ગોપી આય કહે જશોદાને, જીવો લાલ તમારો રે. શ્રા૦૩

જન્મ સુણી આવ્યા સિદ્ધ ચારણ, ગંધર્વ ઉભા ગાવે રે ;

બ્રહ્માનંદના નાથને હેતે, વ્રજની નાર વધાવે રે. શ્રા૦૪

મૂળ પદ

શ્રાવણ વદિ આઠમ બુધવારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0