ભાગ્ય બડાં વ્રજની ભોમીનાં, જન્મ્યા અંતરજામી રે ;૨/૮

ભાગ્ય બડાં વ્રજની ભોમીનાં, જન્મ્યા અંતરજામી રે ;
અખિલ ભુવનના કરતા હરતા, બ્રહ્માદિકના સ્વામી રે. ભા૦૧
ગુણીજન મંગળ ગીત ઉચ્ચારે, નંદરાયની ડેલી રે ;
મન ફૂલ્યાં વ્રજની વિનતાનાં, ફૂલી છે વનની વેલી રે. ભા૦ર
જાગ્રતમાન થયા દ્વિજ અગ્નિ, હેત મંગળ થઇ ડોલે રે ;
ચિરંજીવી રહો લાલ નંદનો, જય જય વાણી બોલે રે. ભા૦૩
નંદભુવન આવી વ્રજનારી, સરવે બુઢ્ઢી બાળી રે ;
બ્રહ્માનંદ વારણિયાં લેવે, ભૂધરનું મુખ ભાળી રે. ભા૦૪

મૂળ પદ

શ્રાવણ વદિ આઠમ બુધવારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી