ગોકુળની સર્વે મળી ગોપી, નાથ વધાવા આવી રે ;૫/૮

ગોકુળની સર્વે મળી ગોપી, નાથ વધાવા આવી રે ;ઝણઝણિયાં ખણખણિયાં ઝાઝાં, રમકડાં તે લાવી રે.      ગો૦૧
એક કહે દેખોતી બહેની, બાળક લાગે છે વહાલો રે ;એક કહે ઝાઝા દિન જીવો, નંદ જશોદાનો લાલો રે.      ગો૦ર
દૂધ દહીંના કીચ મચાવ્યા, માખણ ડિલે લીંપે રે ;નંદરાયનું આંગણ નૌતમ, કોટી રવિ જેવું દીપે રે.         ગો૦૩
એકાંતે જો હાથ આવે તો, લાભ અલૌકિક લીજે રે ;બ્રહ્માનંદના નાથ સંગાથે, કોડે પ્રીતિ કીજે રે.      ગો૦૪

મૂળ પદ

શ્રાવણ વદિ આઠમ બુધવારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી