નંદરાય ઘર ઉત્સવ ભારી જૂથ મળ્યા વ્રજવાસી રે ૩/૮

નંદરાય ઘર ઉત્સવ ભારી, જૂથ મળ્યા વ્રજવાસી રે ;
ગૌબ્રાહ્મણ સંત દેવને કાજે, પ્રગટ થયા અવિનાશી રે. નં૦૧
ગોપી ને ગોવાળ મળીને, મંગળ ગીત ઉચ્ચારે રે ;
દૂધ દહીંના કીચ મચાવ્યા, માખણ લુંદા મારે રે. નં૦ર
અધિક થઇ આનંદ કેરી હેલી, ગીત પરસપર ગાવે રે ;
કોડીલા નટવરને કાજે, રમકડાં લઇ આવે રે. નં૦૩
ધન્ય ધન્ય ભાગ્ય નંદના સજની, ધન્ય જશોદા માતા રે ;
બ્રહ્માનંદનો વહાલો જનમ્યા, અવિચળ સુખના દાતા રે. નં૦૪

મૂળ પદ

શ્રાવણ વદિ આઠમ બુધવારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી