અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી ૨/૪

 અગર ચંદનથી રે, ઓરડીએ ભીંતો ઓપી ;    

રતને છાયો રે, રંગમંડપ કેળ્યું રોપી.               
મહી માખણનાં રે, આંગણિયે કીચ મચાવ્યા
નંદનવનનાં રે, બહુ ફૂલડલાં વેરાવ્યાં.            
વ્રજના વાસી રે, આભૂષણ અંબર પહેરે ;         
મંગળ ગાવે રે, ગોપી જન સાદે ઘેરે.               
દેવ મળ્યા છે રે, સહુ નંદજીને દરવાજે ;         
બ્રહ્માનંદના રે, વહાલાનાં દર્શન કાજે.              

મૂળ પદ

શ્રાવણ વદની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી