સજની જોને રે આ કાનકુંવરની કાંતિ ૪/૪

સજની જોને રે, આ કાનકુંવરની કાંતિ ;
નિરખી થાય છે રે, અંતરમાં નૌતમ શાંતિ.
ચરણકમળમાં રે, એને ચિહ્ન બિરાજે સોળે ;
કોટી મદનની રે, જાણે શોભા થઇ છે ટોળે.
ઉદર અનોપમાં* રે, સુંદર છે પખતી છાતી ;
રૂડું મુખડું રે, નેણુમાં ટશરું રાતી.
બ્રહ્માનંદના રે, વહાલાનું વદન નિહાળી ;
તરત વધાવો રે, ભરી મોતીડાની થાળી.
* ઉપમા ન અપાય તેવું

મૂળ પદ

શ્રાવણ વદની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી