નંદજીને મંદિરિયે રે મંદિરિયે ચાલો કાનુડાનાં દર્શન કરીએ રે ૧/૪

નંદજીને મંદિરિયે રે મંદિરિયે.
ચાલો કાનડાનાં દર્શન કરીએ રે. નં૦
નૌતમ છબી રૂપ નવીને, ભાવીલો વાને ભીને ;
એવો પુત્ર થયો નંદજીને રે. નં૦૧
જશોદાને પાસે જાઇએ, ઘેરે સ્વર મંગળ ગાઇએ ;
એનો સુત જોઇ સુખિયાં થાઇએ રે. નં૦ર
ગજમોતીડે થાળ ભરાવો, વળી કુમકુમ ચોખા લાવો ;
બ્રહ્માનંદનો નાથ વધાવો રે. નં૦૩

મૂળ પદ

નંદજીને મંદિરિયે રે મંદિરિયે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી