નંદજીને આંગણિયે રે આંગણિયે ગોપી ગ્વાલ રમે માખણિયે રે ૨/૪

નંદજીને આંગણિયે રે આંગણિયે ;
ગોપી ગ્વાલ રમે માખણિયે રે. નં૦
આઠમ વદ શ્રાવણ કેરી, રોહિણી બુધવાર મિલેરી ;
અર્ધ રાત થયા હરિ લેહેરી રે. નં૦૧
ત્યાં વેદ વિરંચી વાંચે, નારદ મુનિ રંગ ભર નાચે ;
રસિયાજીનું મુખ જોઇ રાચે રે. નં૦ર
બ્રહ્માનંદ કહે નંદનું ફળિયું, જેમાં મહી માખણ ધૃત ઢળિયું ;
ગૌલોકની પંકિતમાં ભળિયું રે. નં૦૩

મૂળ પદ

નંદજીને મંદિરિયે રે મંદિરિયે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી