નંદજીનો નાનડિયો રે નાનડિયો વ્રજ વાસીને ચિત્તડે ચડિયો રે ૩/૪

નંદજીનો નાનડિયો રે નાનડિયો,
વ્રજ વાસીને ચિત્તડે ચડિયો રે. નં૦
કોઇ રમકડાં લેઇ આવે, કોઇ ગીત મધુરાં ગાવે ;
કોઇ મોતીડાં લેઇને વધાવે રે. નં૦૧
કોઇ માથે કેશ સમારે, કોઇ નેણે કાજળ સારે ;
કોઇ આવીને લૂણ ઉતારે રે. નં૦ર
કોઇ કહે પય સાકર પીવો, જગજીવન બહુ દિન જીવો ;
બ્રહ્માનંદને દિલનો દીવો રે. નં૦૩

મૂળ પદ

નંદજીને મંદિરિયે રે મંદિરિયે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી