માડી તારો કાનુડો રે કાનુડો હૃદિયામાં લાગે રૂડો રે ૪/૪

માડી તારો કાનુડો રે કાનુડો,
હૃદિયામાં લાગે રૂડો રે. મા૦
ભવ કેરી ભાવટ ખોવા, પ્રીતે કરી ચિત્તડું પ્રોવા ;
જશોદાજી દ્યોને મુને જોવા રે. મા૦૧
તારા સુતનું મુખડું પ્યારું, લોભાણું મનડું મારું ;
જોઇ સરવસ એ પર વારું રે. મા૦ર
બ્રહ્માનંદ કહે થઇ મતવાલી, તન ધનની શંકા ટાળી ;
ભાવે કાન કુંવરને ભાળી રે. મા૦૩

મૂળ પદ

નંદજીને મંદિરિયે રે મંદિરિયે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી