સખી જોને આ સુંદર બાળ રે નૌતમ નંદજીનો નાનકડો ૨/૪

સખી જોને આ સુંદર બાળ રે, નૌતમ નંદજીનો નાનકડો ;
છે જો કંસતણો એ કાળ રે, લાલ મનોહર લેહેરખડો.
રંગરેલ અલૌકિક રૂપ રે, નૌતમ નંદજીનો નાનકડો ;
છે ભૂપનો પણ ભૂપ રે, પ્રેમ કરીને એને પાય પડો.
ડોલરિયો દિલ દિવાન રે, નૌતમ નંદજીનો નાનકડો ;
વ્રજ નારીનો જીવન પ્રાણ રે, મોહનમાં પ્રોવો મનડો.
એની પ્રીતિ પ્રેમી સાથે રે, નૌતમ નંદજીનો નાનકડો ;
ભાળી બ્રહ્માનંદનો નાથ રે, જન્મતણો મટીયો ઝઘડો.

મૂળ પદ

વ્રજનારી વધાવા જાયે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી