આજ નંદ મહરને ધામ રે પ્રગટ્યા પ્રીતમ પાતળિયો ૩/૪

આજ નંદ મહરને ધામ રે, પ્રગટ્યા પ્રીતમ પાતળિયો ;      
વ્રજ નારતણો વિશ્રામ રે, પોતાને વચને પળિયો.                   ૧
સર્વે હરખ્યાં ગોપી ગ્વાલ રે, પ્રગટ્યા પ્રીતમ પાતળિયો ;  
પ્યારો સંતતણો પ્રતિપાલ રે ; આવીને અઢળક ઢળિયો.        ર
વહાલો ગોવાલાને ઘેર રે, પ્રગટ્યા પ્રીતમ પાતળિયો ;       
કરી નૌતમ લીલા લેહેર રે, વ્રજવાસીનો દિન વળિયો.           ૩
અવિનાશી રૂપ અપાર રે, પ્રગટ્યા પ્રીતમ પાતળિયો ;        
બ્રહ્માનંદનો પ્રાણ આધાર રે, સુંદર શોભે શામળિયો.              ૪ 

મૂળ પદ

વ્રજનારી વધાવા જાયે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી