પ્રગટ્યા છે પૂરણ બ્રહ્મ રે કાન કુંવર લીલા કરવા ૪/૪

પ્રગટ્યા છે પૂરણ બ્રહ્મ રે, કાન કુંવર લીલા કરવા ;
કોઇક મુનિવર જાણે મર્મ રે, હરિજનનાં દુઃખડાં હરવા.
વ્રજમાં જન્મ્યા વ્રજરાજ રે, કાન કુંવર લીલા કરવા ;
કોઇ પ્રેમીજનને કાજ રે, ગિરિધર અંતરમાં ગરવા.
જાણી માન સરોવર હંસ રે, કાન કુંવર લીલા કરવા ;
કુબુદ્ધિ નિર્ભાગી કંસ રે, ત્યાર થયો છે એ મરવા.
બ્રહ્માનંદને રહો નિત્ય ધ્યાન રે, કાન કુંવર લીલા કરવા ;
હરવા સુરપતિનું માન રે, કર પર ગોવર્ધન ધરવા.

મૂળ પદ

વ્રજનારી વધાવા જાયે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી