ઝૂલે શ્યામળો રે ઝૂલે શ્યામળો રે., પારણિયે પૂરણબ્રહ્મ. ૧/૪

ઝૂલે શ્યામળો રે ઝૂલે શ્યામળો રે, પારણિયે પૂરણબ્રહ્મ. ઝૂ૦
રત્ન જડેલું પારણું ને, રેશમ કેરી દોર ;
મોતીડે જડિયાં ફુમકાં, માંહી સોના કેરાં બોર. ઝૂ૦૧
વ્રજ નારી ટોળે મળી, આવે જોવા વારમવાર ;
હેતે હીલો ગાવંતી, ઝૂલાવે નંદકુમાર. ઝૂ૦ર
ઘડીક પોઢાડે પારણેને, ઘડીએક ખોળામાંય ;
માતા જશોદા માવને, હાલરડાં હેતે ગાય. ઝૂ૦૩
ઘણી ખમા મારા બાળને, એના શત્રુ પામો નાશ ;
બ્રહ્માનંદ કહે લાલનું મુખ, જોઇને કરે વિલાસ. ઝૂ૦૪

મૂળ પદ

ઝૂલે શ્યામળો રે ઝૂલે શ્યામળો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી