નૌતમ નાથજી રે નૌતમ નાથજી રે, પોઢયા પારણિયા માંય ૨/૪

નૌતમ નાથજી રે નૌતમ નાથજી રે ; પોઢયા પારણિયા માંય ; નૌ૦
કાજળ સાર્યું આંખમાં, ટીબકડી કીધી ગાલ ;
મુખ જોઇને જશોદા કહે, મારે કાનુડો ધન ને માલ. નૌ૦૧
કરી ગલગલિયાં કાનજીને, હસાવે ઝાઝે હેત ;
પ્રેમ કરીને પ્રીતમજીને, મુખડે ચુંબા દેત. નૌ૦ર
હું ઘોળી તુજ ઉપરે, મારે તુજથી વહાલું કૂણ ;
એમ કહીને ઉતાવળી, લઇ મા ઉતારે લૂણ. નૌ૦૩
હાથે નાખે હીંચકો ને, મુખથી ગાવે ગીત ;
બ્રહ્માનંદના નાથને જોઇ, દિન દિન વાઘે પ્રીત. નૌ૦૪

મૂળ પદ

ઝૂલે શ્યામળો રે ઝૂલે શ્યામળો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
4
1