વ્રજની વિનતા રે વ્રજની વિનતારે, હરિને ઝૂલાવે કરી પ્યાર ૩/૪

વ્રજની વિનતા રે વ્રજની વિનતારે, હરિને ઝૂલાવે કરી પ્યાર ; વ્ર૦
પારણિયાને અડખેપડખે, નારી મળી દશ-વીશ ;
જીવો માતા લાલ તમારો, આપે સૌ આશિષ. વ્ર૦૧
રોતા છાના રાખવા કરે, વાતે બાળ વિનોદ ;
કાન કુંવર કોડામણાને, ગોપી લીધા ગોદ. વ્ર૦ર
ચાંદા ઘી ગળ માંડા દેને, ગિરિધર સારુ ગોઠ ;
હબુક પોળી હાથ જોઇને, હરિવર ફાડે હોઠ. વ્ર૦૩
આ મારી આ તારી ગિરિધર, ગોરી ધોળી ગાય ;
બ્રહ્માનંદના નાથનું જોઇ, મુખડું રાજી થાય. વ્ર૦૪

મૂળ પદ

ઝૂલે શ્યામળો રે ઝૂલે શ્યામળો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી