સુંદર શ્યામને રે સુંદર શ્યામને રે ઝૂલાવે જસોમતી માત ૪/૪

સુંદર શ્યામને રે સુંદર શ્યામને રે, ઝૂલાવે જસોમતી માત ; સું૦
વિશ્વકર્મા વેગે ઘડયું, પારણિયું રાખી ખાંત ;
ઝીણી ટોપી ઝૂલડી, બ્રહ્મા લાગ્યા એકાંત. સું૦૧
પલમાં મારી પૂતનાં, તરણાવ્રત કીધો ઠીક ;
મનમાં રાખે માવજી બહુ, બાઘડ કેરી બીક. સું૦ર
ઘડીએક માગે ચંદ્રમાં ને, ઘડી એક માગે સુર ;
આવ બાઘડ ઉતાવળી, થયો ગિરિધર ઘેલો તુર. સું૦૩
બાઘડની બીકે કરી, દે કાનુડો આડા હાથ.
કરે ચરિત્ર કોડામણાં, એવા બ્રહ્માનંદનો નાથ. સું૦૪

મૂળ પદ

ઝૂલે શ્યામળો રે ઝૂલે શ્યામળો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી