હેત કરી જોઇ નેણ કરી, હરિને ગાવે હીલો હેત કરી ૧/૪

હેત કરી જોઇ નેણ કરી, હરિને ગાવે હીલો હેત કરી ;
હેતે નાંખે ગોરી હીંચકોરે, હાથ રેશમ કેરી દોરી ધરી. હરિ૦૧
ઘણી રે ખમા મારા લાડકડા તુંને, શત્રુ તારા સર્વે જાવો મરી. હરિ૦ર
દર્શન કાજ મળી વ્રજ વિનતા, વારે વારે આવે ફરી રે ફરી. હરિ૦૩
બ્રહ્માનંદ કહે કાનકુંવરને, નિરખે જશોદા હરખ ભરી. હરિ૦૪

મૂળ પદ

હેત કરી જોઇ નેણ કરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી