હાલરડું અતિ વાલરડું, હરિને ગાવે ગોપી હાલરડું૩/૪

હાલરડું અતિ વાલરડું, હરિને ગાવે ગોપી હાલરડું ;
પારણિયે પુરુષોત્તમ પોઢયા, ભલકે છે સુંદર ભાલરડું. હરિ૦૧
વહાલે હસી વ્રજ વિનતાને, અંતરમાં સુખ આલરડું. હરિ૦ર
ઘી ગળ માંડા કારણે રે, મુખડું ફાડે પ્યારો ઠાલરડું. હરિ૦૩
બ્રહ્માનંદ કહે ચાંદલિયો લેવા, કજીયો કરી બોલે કાલરડું. હરિ૦૪

મૂળ પદ

હેત કરી જોઇ નેણ કરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી