પારણિયે જગ તારણિયે, પોઢે વહાલો મારો પારણિયે૪/૪

પારણિયે જગ તારણિયે, પોઢે વહાલો મારો પારણિયે ;
વ્રજ જુવતી સર્વે જોવાને કાજે, ઉભી જશોદાને બારણિયે. પો૦૧
બહુનામી બાળક થઇ ખેલે, કંસ પછાડયાને કારણિયે. પો૦ર
હેત ઘણે માતા હરિને ઝૂલાવે, હૈડું રાખી એક ધારણિયે. પો૦૩
બ્રહ્માનંદના વહાલાને ઉપર, વારે વારે જાય વારણિયે. પો૦૪

મૂળ પદ

હેત કરી જોઇ નેણ કરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી