ગાવો ગૌરી પુત્ર ગણેશ, સૌથી આગે રે ૨/૪

ગાવો ગૌરી પુત્ર ગણેશ, સૌથી આગે રે ;કેદી વિઘ્ન ન વ્યાપે લેશ, સંકટ ભાગે રે.  ટેક
ભાવે તે મોદક સેવ સુંવાળી, લાગે ફાંદ અધિક રૂપાળી રે.  સૌ. ૧
સુંદર બાળે વેશ સદાઇ, શોભા રહી છે જો તન પર છવાઇ રે.      સૌ. ર
સૂંઢતણી છબી નૌતમ ભારી, જોઇ મગ્ન થયાં નરનારી રે.  સૌ. ૩
બ્રહ્માનંદ કહે શી રહી ખામી, જેને બાપ શંભુ બહુનામી રે.  સૌ. ૪

મૂળ પદ

સદા સૂંડાળો સુખરૂપ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી