શ્રી ભ્રખુભાણતણે ઘર પ્રગટી, રાધાકુંવરી રૂપાળી રે ૨/૪

શ્રી ભ્રખુભાણતણે ઘર પ્રગટી, રાધાકુંવરી રૂપાળી રે ;
ભાદરવા મહિનાની સુંદર, આઠમ તે અજવાળી રે. શ્રી. ૧
કીર્તિને ઘર કુંવરી પ્રગટી, સર્વ વધાવા આવે રે ;
માનનીયુંનાં જૂથ મળીને, મુખથી મંગળ ગાવે રે. શ્રી. ર
રાધા પ્રગટ થયા જાણીને, ગોકુળ આવ્યું દોડી રે ;
બહાર આવી સર્વે બોલ્યાં, નંદ કુંવરની જોડી રે. શ્રી. ૩
કુંવરીને દેખી સહુ કહે છે, રૂપ અલૌકિક ભારી રે ;
બ્રહ્માનંદ કહે નિશ્ચે થાશે, કાન કુંવરની પ્યારી રે. શ્રી. ૪

મૂળ પદ

ભાદરવા સુદ આઠમને દિન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી