આઠમ ભાદરવા સુદ આવી, તે દી રાધા જનમ્યાં રે ૪/૪

 આઠમ ભાદરવા સુદ આવી, તે દી રાધા જનમ્યાં રે ;

કીર્તિ નેભ્રખુભાણ જગમાં, બડ ભાગી કહેવાયાં રે. આ. ૧
ગોપી મળીને મંગળ ગાવે, વાજાં નૌતમ વાજે રે ;
પ્રગટ થઇ બરસાણે રાધા, કાન કુંવરને કાજે રે. આ. ર
આંબાને આસોપાલવનાં, તોરણ બાંધ્યાં ટોડે રે ;
વિશ્વકર્માએ અજબ પાલણું, કીધુ કોડે કોડે રે. આ. ૩
ધન્ય બરસાણો ધન્ય વૃન્દાવન, ધન્ય જમુનાનાં પાણી રે ;
બ્રહ્માનંદ કહે પ્રગટ્યાં રાધા, જીવન જન્મ્યા જાણી રે. આ. ૪

મૂળ પદ

ભાદરવા સુદ આઠમને દિન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી