જલમેં ઝૂલત શ્યામળો, બ્રજરાજ બિહારી ૧/૪

જલમેં ઝૂલત શ્યામળો, બ્રજરાજ બિહારી ;નિરખે હેતે નાથને, મળી ગોપ કુમારી.   જ. ૧
રવિમંડળ વિલસી રહ્યું, કલિ કમળ વિકાસી ;જીવન જોવા કારણે, આવ્યા વ્રજવાસી.   જ. ર
લહરી નિર્મળ નીરની, અતિ પ્યારી લાગે ;જોઇ વદન જદુરાયનું, ભવનું દુઃખ ભાગે. જ. ૩
સર્વ મળીને સુંદરી, ઘેરે સૂર ગાવે ;નટ નાગરને નિરખવા, ઇન્દ્રાદિક આવે.  જ. ૪
જળ જાત્રા જગદીશની, ભાવે જેણે ભાળી ;બ્રહ્માનંદ અંતર વસ્યા, તેને વનમાળી.   જ. પ 

મૂળ પદ

જલમેં ઝૂલત શ્યામળો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી