નટવર જમુનાના નીરમાં, ન્હાય છે નવરંગી ૩/૪

નટવર જમુનાના નીરમાં, ન્હાય છે નવરંગી ;
મુખ જોઇ મોહનલાલનું, ત્રિય ગોપ ઉમંગી. ન. ૧
રમે રમાડે સાથને, કર નીર ઉછાળે ;
કાંઠે ઉભી કામની, ભાવે મુખ ભાળે. ન. ર
દેવ વજાડે દુંદુભિ, જય શબ્દ ઉચ્ચારે ;
રસિક પિયાની મૂર્તિ, અંતરમાં ધારે. ન. ૩
હસે હસાવે શ્યામળો, દેવત કર તાળી ;
લાગે છે નંદલાલની, સૂરત રૂપાળી. ન. ૪
આગે નાચે અપ્સરા, કર તાલ બજાવે ;
બ્રહ્માનંદના નાથને, મળી દેવ વધાવે. ન. પ

મૂળ પદ

જલમેં ઝૂલત શ્યામળો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી