સખી, આજ વિજયાદશમી રે, શોભા જોને શ્યામની રે ૧/૪

સખી, આજ વિજયાદશમી રે, શોભા જોને શ્યામની રે ;
કાનડાને ઘેરીને ઉભી રે, ગોકુળ કેરી કામની રે.
આવ્યા વનમાંથી વહાલો રે, મોરલડી હાથમાં રે ;
સુંદરવર શોભે છે સારા રે, સખાના સાથમાં રે.
લોચનિયાં લાલ રંગીયાં રે, કંકોલેલ કાનનાં રે ;
વારે વારે વારણાં લે છે રે, વહાલાજીનાં વાનનાં રે.
આવી મનમોહન ઉભા રે, ડોલરિયો ડેલડી રે ;
જવારાનાં છોગલાં જોઇને રે, થઇ સર્વે ઘેલડી રે.
મોહનજીને મળવાને કાજે રે, કરે સર્વે ધાંખડી રે ;
જોઇ બ્રહ્માનંદનો વહાલો રે, ઠરે મારી આંખડી રે.

મૂળ પદ

સખી, આજ વિજયાદશમી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી