આલી આજ છે દશેરાવો રે, રૂડો રળિયામણો રે ૨/૪

 

આલી આજ છે દશેરાવો રે, રૂડો રળિયામણો રે ;
ચાલો જોઇએ નંદનો લાલો રે, કાનો કોડામણો રે.
કેસર કેરી આડ કરીને રે, ઉભો અલબેલડો રે ;
સખાના મંડળ સાથે રે, માંડયો રંગ ખેલડો રે.
કરે છે સુંદર લટકાં રે, હરિવાર નાથનાં રે.
કંકોલેલ લોચન કાજુ રે, નટવર હાથનાં રે.
નંદજીના નંદન સાથે રે, સનેડો* જોડીએ રે ;
એથી જે અવળાં ચાલે રે, તેથી સુખે તોડીએ રે.
ખાંતીલાને સાથે બેહેની રે, જૂની ઓળખાણ છે રે ;
વહાલો બ્રહ્માનંદનો મારે રે, પાતળિયો પ્રાણ છે રે.
* સેનેડો - સ્નેહ

મૂળ પદ

સખી, આજ વિજયાદશમી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી