બેની દશરાવો આવ્યો રે, વધાઇ વાંટીએ રે ૩/૪

બેની દશરાવો આવ્યો રે, વધાઇ વાંટીએ રે ;
કુમકુમ કેસર લઇને રે, આંગણિયાં છાંટીએ રે.
ટોડે ટોડે તોરણ બાંધો રે, કરો રંગ રેલડી રે ;
ઘેરે સ્વર મંગલ ગાવો રે, સર્વ સાહેલડી રે.
આજ અલબેલો વહાલો રે, રંગીલો આવશે રે ;
નવો દિન જાણીને પ્યારો રે, હસી બોલાવશે રે.
જવારાનાં છોગલાં લઇને રે ; પાઘલડીમાં ઘાલશું રે ;
શામળિયાને સંગે સજની રે, વૃંદાવન ચાલશું રે.
વારેવારે અધિક વારણિયાંરે, લાડીલાનાં લીજીએ રે ;
સખી બ્રહ્માનંદનો પ્યારોરે, ન્યારો નવ કીજીએ રે.

મૂળ પદ

સખી, આજ વિજયાદશમી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી