વહાલા દશરાનો દહાડો રે, ચાલો ઘોડે ચડી રે ૪/૪

વહાલા દશરાનો દહાડો રે, ચાલો ઘોડે ચડી રે ;
મગાવો મંગલ વસ્તુ રે, પૂજો હરિ ખીજડી રે.
છબીલા નવલ છોગિલયા રે, મનોહર મેલિયે રે ;
સર્વે વ્રજવાસ કેરી રે, પ્રણામ ઝેલિયે રે.
સોનેરી સાજ કરીને રે, બેબેનાં જોડલાં રે ;
બેલાડો ** બાંઇ ગ્રહીને રે, દોડાવો ઘોડલાં રે.
જુવો વ્રજ કેરી નારી રે, ઉભી છે આવીને રે ;
વારણિયાં લઇને વધાવે રે, ઘેરે સ્વર ગાવીને રે.
હેતે સર્વે સામું હેરો રે, શેરીએ ચાલતાં રે ;
વહાલા બ્રહ્માનંદના આવો રે, મારે ઘર મહાલતા રે.
**બેલ પકડીને

મૂળ પદ

સખી, આજ વિજયાદશમી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી