વિજયાદશમી કુંજવિહારી, આજ સપરમો દહાડો રે ૧/૪

વિજયાદશમી કુંજવિહારી, આજ સપરમો દહાડો રે ;
ત્રિભોવન મોહન રૂપ તમારું, તે અમને દેખાડો રે. વિ. ૧
પાઘડલી બાંધો પેચાળી, જામા જરકસી પહેરો રે ;
છેલ ચતુર દોડાવા ચાલો, ઘુમર ઘોડલાં કેરો રે. વિ. ર
વાજાળા* ઘોડા વ્રજજીવન, દોડાવંતા દેખું રે ;
ત્યારે નેણ થાય મારાં ટાઢાં, જન્મ સુફળ કરી લેખું રે. વિ. ૩
હેમ કડાં પહેરો હરિ હાથે, ઓઢો સાલ દુશાલા રે ;
પ્રીત કરી ખીજડલી પૂજો, બ્રહ્માનંદના વહાલા રે. વિ. ૪
* વેગવાળા + દશેરા

મૂળ પદ

વિજયાદશમી કુંજવિહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી