વહાલા વિજયાદશમી આવી, આસુપખ અજવાળો રે ૨/૪

વહાલા વિજયાદશમી આવી, આસુપખ અજવાળો રે ;
ગોપીની સામું તમે ગિરિધર, ભાવ કરીને ભાળો રે. વ. ૧
ફૂલતણાં છોગલિયાં ફરતાં, મોળીડામાં ધરીએ રે ;
બ્રહ્મવેત્તા બ્રાહ્મણ તેડાવીને, સમડી પૂજન કરીએ રે. વ. ર
મોતીડાંની પેહેરો માળા, કરો તિલક કેસરિયાં રે ;
લટકાં અતિ પ્યારાં મુને લાગે, ભૂધર રંગનાં ભરિયાં રે. વ. ૩
રૂપાળી નલવટ કેરી રેખું, અતિ સુંદર યપડતી રે ;
બ્રહ્માનંદના નાથ તમારી, સદા કળા રહો ચડતી રે. વ. ૪

મૂળ પદ

વિજયાદશમી કુંજવિહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી