સમડી પૂજન કરો શ્યામળા, વિજયાદશમી આવી રે ૩/૪

સમડી પૂજન કરો શ્યામળા, વિજયાદશમી આવી રે ;
ગોઠ કરો સુંદર ગિરિધારી, ગોઠીડા તેડાવી રે. સ. ૧
જવારાના ઝુડા કેરાં, સુંદર છોગાં મેલો રે ;
ગોપીજનને સંગે ગિરધર, ખાંત કરીને ખેલો રે. સ. ર
બાર મહિને દિવસ સપરમો, આવ્યો છે દસરાવો + રે ;
વ્રજજીવન વ્રજની શેરીમાં, ઘોડલિયાં ખેલાવો રે. સ. ૩
મોરલીની પૂજા કરો મોહન, થિર નિજ કરમેં થાપો રે ;
બ્રહ્માનંદના નાથજી અમને, અધરામૃત રસ આપો રે. સ. ૪

મૂળ પદ

વિજયાદશમી કુંજવિહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી