દસરાવાનો દિવસ અનોપમ, રસિક મનોહર રૂડો રે ૪/૪

દસરાવાનો દિવસ અનોપમ, રસિક મનોહર રૂડો રે ;
મોલીડે શોભે મોહનને, જવારાનો ઝૂડો રે. દસ. ૧
કુંડળિયાં સુંદર કાનોમાં, મોતીડાંની માળા રે ;
ગોપીજનને મઘ્યે ગિરધર, લાગે છે રૂપાળા રે. દસ. ર
ભાલતિલક કેસરનું નૌતમ, શોભે છે અતિ સારું રે ;
જગજીવનનું છોગું જોઇને, લોભાણું મન મારું રે. દસ. ૩
સમડી પૂજન કરી શ્યામળો, ઉત્સવ કરતા આવે રે ;
બ્રહ્માનંદનો વહાલો અમને, હેત કરીને બોલાવે રે. દસ. ૪

મૂળ પદ

વિજયાદશમી કુંજવિહારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી