શરદ પૂનમની રજની રે, અજવાળી ભાળી ૧/૮

શરદ પૂનમની રજની રે, અજવાળી ભાળી ;
રાસ રમ્યાનું રે મનમાં ધાર્યું વનમાળી.
કાજુ પ્રસરી રે કિરણું ચાંદલિયા કેરી ;
લલિત મનોહર રે જમુનાના જલની લહેરી.
વિધવિધ ફૂલી રે વન કેરી સુંદર વેલી ;
મહેકે ચંપા રે વળી જાય જૂઇ ચંબેલી.
તાજાં ફૂલ્યાં રે બહુ કમળ નદીની તીરે ;
વેણુ વજાડી રે ત્યાં આવીને બળવીરે.
બ્રહ્માનંદના રે વહાલાની વંસી વાગી ;
અજબ અલૌકિકરે ગઇ ચૌદ ભુવનથી આગી.

મૂળ પદ

શરદ પૂનમની રજની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી