બંસી વાઇ રે, સુંદરવર કુંજવિહારી ૩/૮

બંસી વાઇ રે, સુંદરવર કુંજવિહારી ;
શબ્દ સુણીને રે વ્યાકુળ થઇ વ્રજની નારી.
ફરતી ડોલે રે અંગોઅંગ સરવે ફૂલી ;
ભૂધર મળવા રે, ઘરડાનો ધંધો ભૂલી.
એક એક આંખે રે કાજળ આતુર થઇ આંજ્યાં ;
મેલ્યાં વાસણ રે ઘરમાં જેમતેમ અણમાંજ્યાં.
ઘેનુ દોતાં રે કોઇ દોણાં મેલ્યાં પડીયાં ;
દૂધ કઢંતાં રે રહ્યાં ચૂલા ઉપર ચડીયાં.
માતપિતા સુતરે પતિની ન રહી કોઇ ઝાલી ;
બ્રહ્માનંદના રે, વહાલાની પાસે ચાલી.

મૂળ પદ

શરદ પૂનમની રજની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી