નિઃશંક થઇને રે, આવી વનમાં વ્રજનારી ૪/૮

નિઃશંક થઇને રે આવી વનમાં વ્રજનારી ;
મનમાં રાજી રે મુખ બોલ્યા એમ મોરારી.
કોને અબળા રે તમે આ ટાંણે કેમ આવ્યાં ;
સગાં કુટુંબી રે સાસરિયું પિયર લજાવ્યાં.
પરપતિ પાસે રે રાત્રિમાં આવ્યાં વનમાં ;
લજ્યા લોપી રે કાંઇ તોલ કર્યો નહીં મનમાં.
જેવોતેવો રે પોતાનો પતિ નવ તજવો ;
પતિવ્રતાને રે જોઇ સારો અવર નવ ભજવો.
બ્રહ્માનંદનો રે વહાલો કહે હેત તમારું ;
કોઇએ નથી જાણ્યું રે હજી પાછાં જાઓ તો સારું.

મૂળ પદ

શરદ પૂનમની રજની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી