ભાવ અલૌકિક રે, અબલાનો દીઠો ભારી ૭/૮

ભાવ અલૌકિક રે અબલાનો દીઠો ભારી ;
મનમાં રીઝયા રે સુંદરવર દેવ મોરારી.
ભેટ્યા પ્રેમે રે સરવેનાં અંતર ભાળી ;
મરકી જોયું રે સામું રસિયે વનમાળી.
જાદવ વરનુંરે મુખ પ્રસન્ન મનોહર જોઇને ;
પ્રેમ મગ્ન થઇને રે મૂર્તિમાં મનડાં પ્રોઇને.
બહુ વિધિ હાસે રે અંતરની દાઝ બુઝાવી ;
લઇ હાથ તાળી રે વ્રજનારી કંઠ લગાવી.
બ્રહ્માનંદને રે વહાલે રસ પાયો પીધો ;
કોડે આદર રે હરિ રાસ રમ્યાનો કીધો.

મૂળ પદ

શરદ પૂનમની રજની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી