શોભે શરદ નિશા અતિ સારી, રમે ગોપી ને ગિરિધારી ૧/૪

શોભે શરદ નિશા અતિ સારી, રમે ગોપી ને ગિરિધારી.
વહાલે ખેલ રચ્યો વૃંદાવનમાં, જોઇ મગન થયા સુર મનમાં.
તાતા થૈથૈ કૈં ચાલે ઠમકે, પાયે ઝાંઝર નૂપુર ઝમકે.
વળી ઘમ ઘમ ઘુઘરૂ બોલે, સુણી નાગ પિયાલે ડોલે.
માવો કંઠ બાંહડલી મેલે, ખાંતીલો રંગભર ખેલે.
બહુ રૂપે* થયા બહુનામી, છેલો બ્રહ્માનંદનો સ્વામી.
*એક ગોપી એક કાન - એમ ઘણાં રૂપ ધર્યાં

મૂળ પદ

શોભે શરદ નિશા અતિ સારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી