રમે રાસ મનોહર રસિયો, જરિયાન ફેંટો કટિ કસિયો ૨/૪

રમે રાસ મનોહર રસિયો, જરિયાન ફેંટો કટિ કસિયો.
વહાલે પલવટ નૌતમ વાળી, તોડે તાન લેવે હાથ તાળી.
એક એક ગોપી એક એક કાનો, મહા ખેલ રચ્યો મસ્તાનો.
પીય પ્યારી નૌતમ પ્રીતિ, રમે રાસ અલૌકિક રીતિ.
હેતે મર્મ કરી કરે હાંસી, ખેલે નટવર કુંજવિલાસી.
કોડે કોડે રમે કેસરિયો, બ્રહ્માનંદનો વહાલો રંગભરીયો.

મૂળ પદ

શોભે શરદ નિશા અતિ સારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી