વાજાં વિવિધ ભાંતિ તહાં વાજે, કેઇ સિદ્ધ મલ્યા જોવા કાજે ૩/૪

વાજાં વિવિધ ભાંતિ તહાં વાજે, કેઇ સિદ્ધ મલ્યા જોવા કાજે.
વહાલે મચાવી છે રંગ ઝડીને, ભાળે દેવ વિમાન ચડીને.
ગોપી મોહનનો કર ઝાલી, કરે ચુંબન મદમતવાલી.
રૂડી શરદતણી જોઇ રજની, વહાલા સંગ રમે ત્રિયા વ્રજની.
માંડયો રાસ મંડળ મતવાલે, ઢાળા પ્રજના લાવી રંગ ઢાલે.
બ્રહ્માનંદનો વહાલો રંગભીનો, ખેલે નવલ કુંવર નંદજીનો.

મૂળ પદ

શોભે શરદ નિશા અતિ સારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી