ઝાલી બાંહી પરસ્પર ઝૂંબે, લતા લંબ તણી પર લૂંબે ૪/૪

ઝાલી બાંહી પરસ્પર ઝૂંબે, લતા લંબ તણી પર લૂંબે.
કરે ગાન ઉમંગ કરીને, હાવે ભાવે રીઝાવે હરિને.
કર ઝાલે બાજુબંધ ઝલકે, જાણે વીજ ઘટા માંઇ સલકે.
શોભે રમતી ત્રિયા હરિસાથે, માંડી દેવ સુમન ઝડી માથે.
ફરે ફરગટ નટવર ફેરી, બેઉ પાસ ત્રિયા રહી ઘેરી.
ગુણવંત રમે ગોવિંદો, બ્રહ્માનંદનો વહાલો વ્રજ ચંદો.

મૂળ પદ

શોભે શરદ નિશા અતિ સારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી