ખેલે ખાંતીલો રે ખાંતીલો, નટનાગર છેલછબીલો રે ૨/૪

ખેલે ખાંતીલો રે ખાંતીલો, નટનાગર છેલછબીલો રે.       ખે. ટેક
વ્રજનારી જૂથ મળીને, ગાવે હરિને સંગ મળીને ;ત્યાં રયો છે રંગ ઢળીને રે.       ખે. ૧
કૈ થૈ યૈ થૈ મુખ બોલે, ડોલરિયાને સંગ ડોલે ;આવ્યા સુર જોવા ઓલેરે.        ખે. ર
પગે ઘુઘરુ નૂપુર ઘમકે, વલિ અણવટ વિંછિયા છમકે ;બ્રહ્માનંદ કહે ચાલે ઝીણે ઠમકે રે.         ખે. ૩ 
 

મૂળ પદ

રસિયો રાસ રમે રે રાસ રમે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી