વહાલો મારો વનમાલી રે વનમાલી, વનમાલી, રમે જોડ બની રૂપાલી રે ૩/૪

વહાલો મારો વનમાલી રે વનમાલી, રમે જોડ બની રૂપાલી રે. વ. ટેક
રૂડી શરદની પૂરણ માસી, ચાંદલિયે કિરણ પ્રકાશી ;
ખેલે રસિયો રાસ વિલાસી રે. વ. ૧
વાય તાલમૃદંગ ઉમંગી, શરણાઇ ધુન મોરલી ચંગી ;
રમે ગોપીને સંગ નવરંગી રે. વ. ર
રીઝયાં સૌ રંગડો ઢળિયો, લાગ્યો થાક પરસેવો વળિયો ;
બ્રહ્માનંદનો વહાલો વેણે પળિયો રે. વ. ૩

મૂળ પદ

રસિયો રાસ રમે રે રાસ રમે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી