શોભે છે શ્યામલિયો રે શ્યામલિયો, વ્રજનારી પર અઢળક ઢળિયો રે ૪/૪

શોભે છે શ્યામલિયો રે શ્યામલિયો, વ્રજનારી પર અઢળક ઢળિયો રે. ટેક
આજ શરદ પૂનમ ભલી ઓપી, રમે લોક વેદ હદ લોપી ;
ગિરિધર સંગ રસબસ ગોપી રે. શો. ૧
ધન ધન એ વ્રજની નારી, થઇ પ્રાણજીવનને પ્યારી ;
જેને સંગ રમે ગિરિધારી રે. શો. ર
મનમોહન ખેલ મચાયો, રસ નૌતમ પીધો પાયો ;
એ રસ બ્રહ્માનંદે ગાયો રે.* શો. ૩
*સ્વામીશ્રીએ વ્રજભાષામાં ભભરેણકી-ચર્ચરીભભ છંદો રાસાષ્ટકના રચેલા છે તે જિજ્ઞાસુએ “શ્રી બ્રહ્મસંહિતા” માંથી વાંચવા.

મૂળ પદ

રસિયો રાસ રમે રે રાસ રમે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી