આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે ૧/૪

 આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશે શોભે આકાશે ;

રમે ગોપી સંગે ગોવિંદો રે, રંગડો ઝામ્યો છે રાસે.
બહુ નૂપુર ઝાંઝર વાજે રે. રમઝમ રમઝમ રૂપાળાં ;
કરે મનડું લેવા કાજે રે, મોહન લટકાં મરમાળાં.
નાટારંભ માંડયો નાથે રે, વ્રજજીવન વૃન્દાવનમાં ;
સુંદરવર ગોપી સાથે રે, મગન થયા રમતા મનમાં.
બાંહડલી બલવંત કેરી રે, ઝાલીને વિનતા ઝૂલે ;
બ્રહ્માનંદનો વહાલો લેહેરી રે, જોઇને મનમાં ફૂલે.

મૂળ પદ

આજ શરદ પૂનમનો ચંદો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494



Studio
Audio
0
0