રાત શરદ પૂનમની રાજેરે, અતિશે સુંદર અજવાળી ૨/૪

રાત શરદ પૂનમની રાજેરે, અતિશે સુંદર અજવાળી.
વાજાં ત્યાં નૌતમ વાજે રે, વનમાં ખેલે વનમાળી.
ગિરિધર ગોપીને સાથે રે, રસ બસ ખેલે રૂપાળો ;
ધર્યો મુગટમનોહર માથે રે, નવલ અલૌકિક મરમાળો.
ગોવાલણી હરિ સંગે ગાવેરે, કંઠ બાંહડલી નાખીને ;
મુખ સાથે મુખ મેળાવે રે, આંખ્યું સાથે આંખીને.
નટવર નૌતમ ગતિ નાચે રે, રાસ મંડલમાં નવરંગી ;
રસિયો જોઇ કૌતક રાચે રે, બ્રહ્માનંદ કેરો સંગી.

મૂળ પદ

આજ શરદ પૂનમનો ચંદો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી