પગ ઝાંઝર ઝાલ્યું ઝળકે રે, કાન આકોટા ગોપીને ૩/૪

પગ ઝાંઝર ઝાલ્યું ઝળકે રે, કાન આકોટા* ગોપીને ;
કાનોમાં કુંડળ લટકે રે, અજબ રહ્યાં છે ઓપીને.
જોઇ દેવત્રિયા મન લોભે રે, આભૂષણ પહેર્યાં ભારી ;
જાણે શ્યામ ઘટામાંહી શોભે રે, વીજ સરીખી વ્રજનારી.
એક પ્યારી ને એક પ્યારો રે, રૂપ અનેક ધર્યાં રંગમાં ;
લટકાળો નંદ દુલારો રે, અતિ ખેલે આનંદ અંગમાં.
લેહેરખડા નંદ લાલાને રે, વિંટાણી વ્રજની નારી ;
બ્રહ્માનંદના વહાલાને રે, જોઇ જોઇ જાયે બલિહારી રે.
* કાનમાં પહેરવાનું ઘરેણું

મૂળ પદ

આજ શરદ પૂનમનો ચંદો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી